શાળાના બાળકોએ કર્યુ માળીના ગણપતિનું સ્થાપન
Live TV
-
વિઘ્નવિનાયક દેવ શ્રી ગણેશજીનો ઉત્સવ સમગ્ર રાજ્યમાં ધામધુમથી ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદની એક ખાનગી શાળામાં પણ માટીના ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. અને શાળાના પટાંગણમાંજ વિસર્જન પણ કરવામાં આવ્યું હતું.
વિઘ્નવિનાયક દેવ શ્રી ગણેશજીનો ઉત્સવ સમગ્ર રાજ્યમાં ધામધુમથી ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદની એક ખાનગી શાળામાં પણ માટીના ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. અને શાળાના પટાંગણમાંજ વિસર્જન પણ કરવામાં આવ્યું હતું. આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. તેથી નાનાં ભુલકાઓમાં જ માટીના ગણેશ બનાવવાના સંસ્કાર આજથી જ રેડાય તો ભવિષ્યમાં પર્યાવરણનું રક્ષણ સહેલાઇથી થઇ શકે તે હેતુથી શાળામાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે અહિં સ્થાપિત કરાયેલી ગણપતિજીની મૂર્તિ શાળાના બાળકો અને તેમના પેરેન્ટ્સ દ્વારા શાળામાં જ બનાવવામાં આવી હતી.
