ભ્રષ્ટાચાર ડામવા રૂપાણી સરકારનો વધુ એક મહત્ત્વનો નિર્ણય
Live TV
-
સ્ટેમ્પ વેન્ડરોની જોહુકમીને નાથવા અને કાળા બજાર રોકવા નિર્ણય
વિજય રૂપાણી સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે સ્ટેમ્પ ઑનલાઇન ઉપલબ્ધ બનશે. ઇ-સ્ટેમ્પ દ્વારા પણ દસ્તાવેજ કરી શકાશે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, સ્ટેમ્પની કૃત્રિમ અછત નાબૂદ કરવા, સ્ટેમ્પ વેન્ડરોની જોહુકમીને નાથવા, કાળા બજાર રોકવા, ગેરરીતિ અને છેતરપીંડી રોકવા નિર્ણય કરાયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તેમજ સ્ટેમ્પ પેપર વેન્ડરો દ્વારા વધુ કિંમત વસૂલ કરી નાગરિકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆતો થતાં રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. હવેથી લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, કોમન સર્વિસ સેન્ટર અને નોટરીની કચેરીમાં ઇ-સ્ટેમ્પની સુવિધા શરૂ કરી શકાશે
