Skip to main content
Settings Settings for Dark

તરણેતરના મેળાનું સમાપન

Live TV

X
  • વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનું આજે સમાપન થયું છે ત્યારે મેળામાં આવનાર લોકોએ મોટી સંખ્યામાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના પ્રદર્શનને નિહાળ્યું હતું

    વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનું આજે સમાપન થયું છે ત્યારે મેળામાં આવનાર લોકોએ મોટી સંખ્યામાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના પ્રદર્શનને નિહાળ્યું હતું. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી લોકો જાણકાર થાય તે માટે સૌ પ્રથમ આ વખતે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોક સંપર્ક કાર્યાલય દ્વારા એક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેને રાજ્યના મંત્રી કુવરજીભાઈ બાવળીયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે પ્રદર્શનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુ સાથે લોકો સેલ્ફી પાડી શકે તેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઉપરાંત પશુપાલન ખાતા દ્વારા પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ચાર ઓલાદની 12 કેટેગરીમાં કુલ 36 પશુઓ વિજેતા બન્યા હતા. તેમજ વિજેતા પશુ પાલકોને પ્રોત્સાહન રૂપે રોકડ ઇનામ અપાયું હતું. તેમજ ભાગ લેનાર તમામ પશુપાલકોને પણ પ્રોત્સાહિત રકમ આપવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply