અરવલ્લીના ધનસુરામાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ
Live TV
-
જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે અનેક વિસ્તારમાં ભરાયા પાણી
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જીલ્લાના ધનસુરામાં 1 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. માલપુરમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ધનસુરામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેને લઇને રસ્તા પર પાણી ભરાયા હતા.. અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ધનસુરાના બજાર, બસસ્ટેશન વિસ્તાર અને હાઇવે રોડ પર પાણી ભરાયા હતા. જેને લીધે વાહન ચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.
