Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં વરસાદની બેટિંગ,24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ

Live TV

X
  • વાપી,અરવલ્લી સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદની પધરામણી, હજુ ભારે વરસાદની આગાહી

    રાજ્યમાં હાલ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં  કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.સુરતના ઓલપાડ માં અત્યાર સુધી છ ઇંચ જ્યારે જૂનાગઢના માંગરોળમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચના વાગરા અને રાજકોટના ધોરાજી, તેમજ જૂનાગઢ ના માળિયામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે.. કચ્છના માંડવી અને અંજારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.. લખપતના ગ્રામ્ય વિસ્તારો બાદ માંડવીમાં પણ વરસાદ શરૂ થયો હતો..  વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાયા હતા..  આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગીર સોમનાથનો હીરણ-2 ડેમ ઓવરફ્લો થતા ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ સુધી ખોલવામાં આવ્યો હતો.. સાથે જ નીચાણવાળા 14 ગામોને એલર્ટ કરાયા હતા.. તો અમરેલીમાં સવારથી ભારે ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો..  આજે સવારથી લઈને અત્યાર સુધી જૂનાગઢના માંગરોળમાં 4 ઇંચ, જ્યારે માળિયામાં અઢી ઇંચ જ્યારે જામનગરના જોડિયામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.. તો સુરતના  ઓલપાડમાં ચાર ઇંચ, સુરત શહેરમાં બે ઇંચ, ભરુચના વાગરામાં દોઢ ઇંચ અને હાંસોટમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.. ઉલ્લેખનીય છે કે આગામી ચાર દિવસ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply