Skip to main content
Settings Settings for Dark

વડોદરાઃ સીજીએસટી કચેરી દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ

Live TV

X
  • કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી ના અમલીકરણ બાદ સમયાંતરે જરૂરી ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

    વડોદરા સીજીએસટી કચેરી દ્વારા એક પત્રકાર પરિષદ  યોજાઈ હતી.પરિષદમાં હાલમાં જ જાહેર કરવામાં આવેલ સબકા વિશ્વાસ , લિગસી ડિસપ્યુટ રિઝોલ્યુશન  સ્કીમ વિશેની માહિતી આપવામાં આવી હતી. વેપારીઓના સરકારના બાકી પડતા ચુકવણા  પેનલ્ટી તેમજ વ્યાજ વગર ભરી શકાય તે વિશેની માહિતી આપવામાં આવી હતી.

    કેન્દ્ર સરકાર  દ્વારા જીએસટી ના અમલીકરણ બાદ સમયાંતરે જરૂરી ફેરફાર કરવામાં આવી રહ્યો છે.વડોદરા કમિશનરેટ દ્વારા યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં કેટલાક કિસ્સાઓમાં જે લોકોના કેસો પડતર છે અને વિવાદિત છે તેમના માટે સબકા વિશ્વાસ યોજનાને લાગુ કરવામાં આવેલ છે. જે 1લી સપ્ટેમ્બરથી 3 મહિના માટે અમલમાં રહેશે. આ યોજના અંતર્ગત કોર્ટમાં ચાલી રહેલા કેસોનો પણ સમાવેશ કરવામાં આવશે. એક અંદાજ મુજબ વડોદરામાં 1800 જેટલા કેસો અલગ અલગ કારણોસર વિવાદમાં હોવાથી પડતર છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply