સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં વરસાદ, તો નવસારીમાં 3 ઇંચ
Live TV
-
અરવલ્લી જિલ્લા માં વરસ્યો ધોધમાર વરસાદ. અરવલ્લી જિલ્લાના ધનસુરા માં 1 કલાકમાં ખાબક્યો 2.5 ઇંચ વરસાદ તો માલપુર માં પણ વરસ્યો 1 ઇંચ વરસાદ.
થોડાક દિવસોના વિરામ બાદ મેઘરાજાએ ફરી માજા મુકી છે.અને વરસાદ મન મુકીને વરસતા સમગ્ર ગુજરાતમાં આની અસર વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. માંગરોળ, ધોરાજી, ચોરવાડ, વંથલી , માણાવદર પંથકમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.દક્ષીણ ગુજરાતમાં પણ મેઘરાજાની મહેર યથાવત રહેતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. નવસારીમાં 3 ઈંચ વરસાદ , ઊમરગામમાં 3.5 તેમજ પારડી વાપીમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.
અરવલ્લી જિલ્લા માં વરસ્યો ધોધમાર વરસાદ. અરવલ્લી જિલ્લાના ધનસુરા માં 1 કલાકમાં ખાબક્યો 2.5 ઇંચ વરસાદ તો માલપુર માં પણ વરસ્યો 1 ઇંચ વરસાદ.
ધનસુરા માં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ.ધોધમાર વરસાદ થી ધનસુરા ના રોડ બન્યા નદીઓ. ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ધનસુરા ના બજાર, બસસ્ટેશન વિસ્તાર, અને હાઇવે રોડ પર ભરાયા પાણી. વાહન ચાલકો ને પડી ભારે હાલાકી. જીલ્લામાં સાર્વત્રિક વરસાદી મહેર.ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન. ભાવનગર શહેર ઉપરાંત પાલીતાણા,વલ્લભીપુર, ઉમરાળા,મહુવા,તળાજા,ગારીયાધાર ,જેસર પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ .વરસાદના પગલે તાતણીયા ગામની નદીમાં આવ્યા પુર.જેમાં ચાર ભેંસ તણાઈ જતા ચારેયના થયા મોત. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. કાચું સોનુ વરસતા ખેડૂત બન્યા ખુશખુશાલ.
રિપોર્ટર:કેતન રાજપુરા#દૂરદર્શન ન્યુઝ#ભાવનગર.અમરેલી જિલ્લામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ. ખાંભાથી ટીંબી, ઉના, શાણા વાંકિયા જતા રસ્તા પર ભરાયા પાણી. વરસાદને કારણે ખાંભાથી લોર, ટીંબી, ઉના જતો સ્ટેટ હાઇવે 30 મિનિટ સુધી બંધ કરવામાં આવ્યો હતો. માણસા નજીક વરસાદી પાણી રોડ પર આવતા રોડ બંધ કરવાની ફરજ પડી હતી .
જયારે ધારી ના સત્યા માં 4 ઇચ વરસાદ ખાબક્યો.ખાંભાની રાયડી અને ડેડાણની અશોકા નદીમાં આવ્યા પુર.ખેડુતો માં ખુશીનો માહોલ.કડાણા ડેમ પાણી ની આવક 26350 કયુસેક, લેવલ પહોંચ્યુ 416.8. ચાર પાવર હાઉસ દ્વારા મહી નદી માં છોડાયુ 21200 ક્યુસેક પાણી. સુજલામ સુફલામ કેનાલ માં છોડાયુ 1000 ક્યુસેક પાણી.કેએલબીસી કેનાલ માં છોડાયુ 500 ક્યુસેક પાણી. કડાણા તાલુકામાં 27 મીમી, લુણાવાડા તાલુકામાં 25 મીમી, વીરપુર તાલુકામાં 21 મીમી,
સંતરામપુર તાલુકામાં 17 મીમી, ખાનપુર તાલુકામાં 10 મીમી નોંધાયો વરસાદ.
