અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તંત્ર સજ્જ, 12 કિલો પ્લાસ્ટિક કરાયું જપ્ત
Live TV
-
અંબાજી ખાતે આગામી 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી સાત દિવસનો ભાદરવી પૂનમનો મેળો ભરાવાનો છે
આ મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે ત્યારે શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે બનાસકાંઠા જિલ્લા ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા ખાણી પીણીની રેસ્ટોરેન્ટ તેમજ અન્ય સ્ટોલ ઉપર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
300 કિલો જેટલી અખાધ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. 35 કિલો તેલનો પણ નાશ કરાયો હતો. પ્રસાદ, પુજાપાની સામગ્રી ઉપર પણ કાર્યવાહી હાથ ધરતા મોટાભાગની દુકાનો માં પ્રસાદના પેકેટમાં લખેલા વજન કરતા ઓછું વજન મળતા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અંબાજીમાં મેળા માટે ફ્રુડ એન્ડ ડ્રગની ૧૫ જેટલી ટીમો બનાવવામાં આવેલી છે. જે મેળો પૂર્ણ થાય ત્યાં સુધી કામગીરી કરતી રહેશે તેમ વિભાગના અધિકારીએ જણાવ્યું હતુ
