Skip to main content
Settings Settings for Dark

કોંગો તાવનો કેર: સુરેન્દ્રનગરમાં 2નાં મોત, મોરબીમાં 2 રિપોર્ટ પોઝીટીવ

Live TV

X
  • મોરબીનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું

    સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જામડી ગામની બે મહિલાના કોંગો ફિવરથી મોત થયા છે.બન્ને મહિલાઓને થોડા દિવસો પહેલા સામાન્ય તાવ, શરદી, ઉધરસ જોવા મળતા બન્નેને લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પરંતુ તબિયતમાં કોઈ સુધારો ન આવતા બેમાંથી એક મહિલાને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં સુખીબેન મેણીયા નામની મહિલાનું મોત નિપજ્યું હતું.તો અગાઉ સુરેન્દ્રનગરની એક ખાનગી હોસ્પિટલમાં લીલુબેન સિંધવનું પણ મોત નિપજ્યું હતું.એક જ ગામની બે મહિલાના મોત થતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ જામડી ગામે જઈ સર્વે કર્યો હતો.ફોગીંગ, ડસ્ટીંગ અને દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

    મોરબીના હળવદમાં કોંગો ફીવરના 3 શંકાસ્પદ કેસ નોંધાયા હતા.જેમાંથી 2 દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.જેના કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે.આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.હાલ ત્રણેય દર્દી અમદાવાદમાં સારવાર લઈ રહ્યા છે.આરોગ્ય વિભાગના કહેવા મુજબ ત્રણેય લોકો સ્વસ્થ છે.મોરબી જિલ્લામાં હાલ આરોગ્ય વિભાગની એક ટીમ જ્યાંથી કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો ત્યાં.તો અન્ય 4 ટીમ ફેક્ટરી અને વાડી વિસ્તારમાં સર્વેલન્સ કરી રહી છે.આરોગ્ય વિભાગની ટીમોએ 393 ઘરોમાં જઈ 1500થી વધુ લોકોને ચેક કર્યા હતા.તેમજ 11 વ્યક્તિઓને સાવચેતીના ભાગ રૂપે રાજકોટ મેડિકલ ઓફિસ ખાતે સારાવાર માટે ખસેડવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply