Skip to main content
Settings Settings for Dark

અંબાજીમાં શાળા પ્રવેશોત્સવઃ બાળકોને દફતર, રમકડાં, કીટની વહેંચણી

Live TV

X
  • આ કાર્યક્રમ થકી પ્રાથમિક વિભાગમાં કન્યાઓ સહિત બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ અપાતો હોય છે.

    રાજ્ય સરકાર દ્વારા હાલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2018 કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ થકી પ્રાથમિક વિભાગમાં કન્યાઓ સહિત બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ અપાતો હોય છે.

    જો કે આ વખતે માધ્યમિક શાળાઓમાં મેં ડ્રોપઆઉટ રેશિયો વધી જતા આ વખતે રાજ્ય સરકાર દ્વારા માધ્યમિકના ધોરણ 9 અને ઉચ્ચતર માધ્યમિકના ધોરણ-11 માં પ્રવેશોત્સવનો કાર્યક્રમ આપી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જેને લઈને આજે અંબાજી ગ્રામપંચાયત સંચાલિત માધ્યમિક ધોરણ 8 અને ધોરણ 10 પછી અભ્યાસ છોડી ચૂકેલા વિદ્યાર્થીઓને માધ્યમિક જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા પુનઃ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

    આ કાર્યક્રમ દરમિયાન પહેલા ધોરણના બાળકોને દફતર, આંગણવાડીના બાળકોને રમકડાં તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રવેશ લઈ રહેલા વિદ્યાર્થીઓને એજયુકેશન કીટ આપી સરકારના અભિગમને પાર પાડવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓ દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ સ્કૂલ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply