Skip to main content
Settings Settings for Dark

અંબાજી મહામેળાનો પ્રારંભ, 33 લાખ ભક્તો અંબાજી પહોંચવાનો અંદાજ

Live TV

X
  • વિવિધ માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા, જય અંબેના નાદની ગૂંજ

    અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળામાં આ વર્ષે 33 લાખ ભક્તો અંબાજી પહોંચવાનો અંદાજ છે. જેને અનુલક્ષીને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બનાસકાંઠાના કલેકટર દ્વારા સ્વચ્છતા પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. આ મહામેળો સ્વચ્છતા અને પ્લાસ્ટિકની થીમ સાથે શરૂ થશે. બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા મેળાની સિક્યુરિટી માટે ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. મેળાના તમામ રૂટો ઉપર પોલીસનું સતત મોનિટરિંગ રહેશે. તેમજ સમગ્ર શહેરમાં CCTV દ્વારા બાજ નજર રાખવામાં આવશે. જેમાં સિનિયર અધિકારીઓ ખાસ , રાઉન્ડ ક્લોક નજર રાખશે. ઇમરજન્સી response તેમજ medical support ટીમની અલગ રચના કરવામાં આવી છે.

    યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પુર્વ તૈયારી શરુ થઇ ચુકી છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારની જીવન રક્ષક 108 મેડીકલ ઇમરજન્સી નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા પણ બનાસકાંઠા જીલ્લાનાં પ્રશાસન સાથે મળી ને મા અંબા નાં દર્શને આવતાં દર્શનાથીઓને થતી ઇમરજન્સીને નિવારવા માટે કટીબદ્ધ બની છે. અંબાજીમાં નવ અને આસપાસના પહાડી વિસ્તારમાંથી આવતા પદયાત્રીઓ માટે 6 એમ કુલ 15 જેટલી 108 એમ્બ્યુલન્સ આજથી 15-સપ્ટેમ્બર સુધી અલગ અલગ વિસ્તારમા મુકવામાં આવી છે. સાથે જ હ્દયરોગ, પાણી માં ડુબી જવાના કે પછી અકસ્માત કે અન્ય કોઈ પણ આરોગ્ય લક્ષી સુવિધા માટે આ અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ છે.

    અરવલ્લીના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા
    ભાદરવી પુનમ ના મેળા માં લાખો લોકો અંબાજી મા અંબાના દર્શન માટે જાય છે. ત્યારે અરવલ્લી જીલ્લા ના માર્ગો પદયાત્રી ઓથી ઉભરાયા છે. આણંદ,ખેડા,પંચમહાલ,મહીસાગર જેવા જીલ્લાના લોકો અરવલ્લી થઈ અંબાજી ચાલતા જાય છે. ત્યારે અરવલ્લી જીલ્લા ના માર્ગો બોલ મારી અંબે જય જય અંબે ના નાદ થી ગુંજી ઉઠ્યા છે.સાથે અંબાજી જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર વિસામા શરુ કરવામાં આવ્યા છે. ધનસુરા ના હીરાપુરચિલ્લા પાસે  પણ " પ્રયાસ ગ્રુપ " ના યુવાનો ધ્વારા વિસામો શરુ કરવામાં આવ્યો છે.આ વિસામા માં ચા નાસ્તો છાસ જમવા ની અને જરુર પડે તો મેડિસિન ની અને સુવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.વિસામા માં સેવા આપવા માટે  આજુબાજુના ગામની મહિલાઓ પણ મોટી સંખ્યામાં આવે છે.જીલ્લા ના માર્ગો પર ભક્તો મોટી સંખ્યામાં જતા વાતાવરણ ભક્તિમય બન્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply