મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ સ્ટેટ વાઇલ્ડલાઇફ બૉર્ડની બેઠક
Live TV
-
ગિરનાર યાત્રાધામના વિકાસ માટે યાત્રાધામ વિકાસ બૉર્ડને વન્ય જમીન આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની એક બેઠક યોજાઈ હતી. જેમાં ગિરનાર પર્વત પર યાત્રાળુ સુવિધાઓ વધારવા, જંગલ વિભાગ હસ્તકની જમીન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડને ઉપયોગમાં લેવાનો સિદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો હતો. ગિરનાર પર્વતની અંબાજી ટુક પર યાત્રિકોનો ધસારો વધી રહ્યો છે. યાત્રિકો માટે પીવાના પાણી, શૌચાલય અને સુરક્ષા માટે ફેન્સિંગ તથા વિશ્રામ માટે ચોકની સુવિધા ઊભી કરવા માટે જંગલની જમીન મહત્વપૂર્ણ સાબિત થશે.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપિયા 7 કરોડના ખર્ચે એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં રૂપિયા 4 કરોડના ખર્ચે યાત્રિકોની સુવિધાના કામો માટે 0.2,785 હેક્ટર વન્ય જમીનનો ઉપયોગ થશે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં વન પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવકુમાર ગુપ્તા, પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા, અગ્ર વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ડી.કે.શર્મા, વન્ય પ્રાણીના મુખ્ય વનસંરક્ષક ટીકાદર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
