ચંદ્રયાન 2: ભાવુક થયાં ઈસરોના વડા, પ્રધાનમંત્રી મોદીને ભેટી રડી પડ્યાં
Live TV
-
જ્યારે પ્રધાનમંત્રીનું સંબોધન પૂરું થયું ત્યારપછી ઈસરોના વડા કે.સીવન ભાવુક બનીને રડી પડ્યાં હતાં.
મિશન ચંદ્રયાન પોતાના ધ્યેય સુધી ન પહોંચી શક્યું અને છેલ્લી ક્ષણો પર વિક્રમનો સંપર્ક તૂટી ગયો હતો. ભારતના મહત્વાકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડરનો ચંદ્ર પર પગ રાખતાં પહેલા ઈસરો સાથેનો સંપર્ક તૂટ્યો હતો. જોકે, PM મોદીએ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો હતો અને સંબોધનમાં કહ્યું હતું કે અમારી ઉર્જા અને સંકલ્પમાં કોઈ જ પ્રકારની ઉણપ આવી નથી. જ્યારે પ્રધાનમંત્રીનું સંબોધન પૂરું થયું ત્યારપછી ઈસરોના વડા કે.સીવન ભાવુક બનીને રડી પડ્યાં હતાં.
આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે,'અમે 100થી વધારે સેટેલાઈટ એકસાથે લોન્ચ કરીને રેકોર્ડ બનાવ્યો છે. અમારી પાસે સફળતાની એન્સાઈક્લોપીડિયા છે તો અડચણથી એક-બે ઉડાન અમે ન રોકી શકીએ.'
એ તમે જ લોકો છો જેણે પોતાના પહેલા પ્રયાસમાં મંગળ ગ્રહ પર ભારતનો ઝંડો ફરકાવ્યો હતો. આ પહેલા દુનિયામાં એવી કોઈ જ ઉપલબ્ધિ અન્યના નામે નહોતી. આપણા ચંદ્રયાને દુનિયાને ચંદ્ર પર પાણી હોવાની મહત્વની જાણકારી આપી હતી.
આ સમગ્ર મિશન દરમિયાન દેશ અનેકવાર આનંદિત થયો. હજુ પણ ઓર્બિટર શાનથી ચંદ્રના ચક્કર લગાવી રહ્યું છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત દુનિયાના મહત્વના સ્પેસ પાવરમાંથી એક છે. ચંદ્રયાન 2નો અંતિમ તબક્કો આપણી આશા અનુસાર ન રહ્યો પરંતુ સમગ્ર યાત્રા શાનદાર રહી હતી. હું માનું છું કે જ્ઞાનનો સૌથી મોટો શિક્ષક કોઈ હોય તો એ વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં અસફળતા નથી હોતી. માત્ર પ્રયોગ અને પ્રયાસ જ હોય છે.
પ્રધાનમંત્રીએ એ પણ કહ્યું હતું કે પરિણામની પરવાહ કર્યા વગર જ આગળ વધવાની આપણી પરંપરા રહી છે અને સંસ્કાર પણ. ઈસરો પોતે જ ક્યારેય હાર ન માનનાર સંસ્કૃતિનું જીવતું જાગતું ઉદાહરણ છે.
