નર્મદા ડેમની સપાટી 135.91 મીટર પર પહોચી
Live TV
-
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમને 138.68 મીટર પહોચાવામાં 2.93 મીટર જ બાકી છે. જેથી આગામી સમયમાં પ્રથમ વખત ઐતિહાસિક ફ્લોનો નઝારો જોવા મળશે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.91 મીટરે પહોંચી છે.
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમને 138.68 મીટર પહોચાવામાં 2.93 મીટર જ બાકી છે. જેથી આગામી સમયમાં પ્રથમ વખત ઐતિહાસિક ફ્લોનો નઝારો જોવા મળશે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.91 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 5 લાખ 94 હજાર 326 ક્યુસેક પાણીની આવક છે. નર્મદા ડેમના 10 ગેટમાંથી 1 લાખ 78 હજાર 384 ક્યુસેક પાણી, નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા નદી તેની 24 ફૂટની ભયજનક સપાટી વટાવી ગઈ છે. આથી નદીકાંઠાના 20 ગામના લોકોને એલર્ટ રહેવા આદેશ અપાયા છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી 24.89 ફૂટે પહોંચી છે. સરદાર સરોવરમાં હાલમાં 4 હજાર 812 મિલિયન ક્યુબિક મીટર પાણી જમા થયું છે. નર્મદા નદીમાં પાણીની આવક વધતાં, નર્મદા નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે કેવડીયાના ગોરા પુલ પર પાણી ફરી વળતાં, આ પુલ ફરી રાહદારીઓ માટે બંધ થયો છે.
