નર્મદા ડેમની જળસપાટી 136.06 મીટરની ઐતિહાસિક લેવલે પહોચી
Live TV
-
ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા
નર્મદા ડેમની જળસપાટી ૧૩૬.06 મીટરે પહોંચી છે. જે રીતે ઉપરવાસમાંથી પાણીની આવક થઇ રહી છે તે જોતાં હવે માત્ર ગણતરીના દિવસોમાં નર્મદા ડેમ છલકાઇ જશે.ઉપરવાસમાંથી 2 લાખ 86 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે..ડેમની સપાટીમાં વધારો થવાથી ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે.2 લાખ 80 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યુ છે..જેથી કેવડિયાનો ગોરા બ્રિજ અવરજવર માટે ફરીથી બંધ કરવામાં આવ્યો છે.હાલમાં ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો 4870 mcm છે.. ડેમના દરવાજા ખોલાતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે. ડેમમાં નવા નીરની આવક થતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે..1200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ ચાલુ કરાયા છે.
