Skip to main content
Settings Settings for Dark

અંબાજી - CM વિજય રુપાણીએ પૂનમના મહામેળાનો પ્રારંભ કરાવ્યો

Live TV

X
  • વૃદ્ધ દિવ્યાંગ અશક્ત લોકો માટે મેળા દરમ્યાન વિના મૂલ્યે બસ સેવાનો પણ આરંભ

    મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પ્રસિદ્ધ તીર્થ ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા નો પ્રારંભ કરાવતા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના કેટલાક નવતર પહેલ રૂપ યાત્રી સુવિધા કાર્યો નો પણ આરંભ કરાવ્યો હતો...તેમણે અંબાજી માતા ના દર્શન વિશ્વ ભરના માં ભક્તો લાઈવ જોઈ શકે અને મેળો માણી શકે તે હેતુસર  લાઈવ વેબ કાસ્ટીંગનું પણ શુભારંભ કરાવ્યુ.. .અંબાજી દર્શન આવનારા યાત્રિકો ને અંબાજી ની  માહિતી મળી રહે તે માટે ઓટો મેટેડ એસ એમ એસ હેલપલાઇન સિસ્ટમ મેળામાં ખોવાયેલા બાળકો તેમના માતા પિતા કે વાલી ને સરળતા થી પાછા મળી જાય તે માટે અદ્યતન ટેકનોલોજી ના ઉપયોગ થી બાળકો ને  RFID card વિતરણ અને ચાઈલ્ડ મિસિંગ હેલ્પ લાઈન નો તેમજ વૃદ્ધ દિવ્યાંગ  અશક્ત લોકો માટે  મેળા દરમ્યાન વિના મૂલ્યે બસ સેવા નો પણ આરંભ કરાવ્યો હતો.

    અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળામાં આ વર્ષે 33 લાખ ભક્તો અંબાજી પહોંચવાનો અંદાજ છે. જેને અનુલક્ષીને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બનાસકાંઠાના કલેકટર દ્વારા સ્વચ્છતા પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. આ મહામેળો સ્વચ્છતા અને પ્લાસ્ટિકની થીમ સાથે શરૂ થશે. બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા મેળાની સિક્યુરિટી માટે ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. મેળાના તમામ રૂટો ઉપર પોલીસનું સતત મોનિટરિંગ રહેશે. તેમજ સમગ્ર શહેરમાં CCTV દ્વારા બાજ નજર રાખવામાં આવશે. જેમાં સિનિયર અધિકારીઓ ખાસ , રાઉન્ડ ક્લોક નજર રાખશે. ઇમરજન્સી response તેમજ medical support ટીમની અલગ રચના કરવામાં આવી છે.યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પુર્વ તૈયારી શરુ થઇ ચુકી છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારની જીવન રક્ષક 108 મેડીકલ ઇમરજન્સી નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા પણ બનાસકાંઠા જીલ્લાનાં પ્રશાસન સાથે મળી ને મા અંબા નાં દર્શને આવતાં દર્શનાથીઓને થતી ઇમરજન્સીને નિવારવા માટે કટીબદ્ધ બની છે. અંબાજીમાં નવ અને આસપાસના પહાડી વિસ્તારમાંથી આવતા પદયાત્રીઓ માટે 6 એમ કુલ 15 જેટલી 108 એમ્બ્યુલન્સ આજથી 15-સપ્ટેમ્બર સુધી અલગ અલગ વિસ્તારમા મુકવામાં આવી છે. સાથે જ હ્દયરોગ, પાણી માં ડુબી જવાના કે પછી અકસ્માત કે અન્ય કોઈ પણ આરોગ્ય લક્ષી સુવિધા માટે આ અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply