Skip to main content
Settings Settings for Dark

અકસ્માત ઘટાડવા એસ.ટી તંત્રનો અનોખો પ્રયોગ, પરિવારના ફોટા રાખવા પડશે સાથે

Live TV

X
  • એસ.ટી. વિભાગ દ્વારા તેમના કર્મચારીઓને ફરજ ઉપર ચડતા પહેલા ફેમિલી ફોટો સાથે રાખવા ફરમાન જારી કર્યું છે

    ગુજરાત એસ.ટી. તંત્રે બસ અકસ્માત ઘટાડવા અને એસ.ટી.ને સલામત સવારી બનાવવા આશ્ચર્યજનક પ્રયોગ હાથ ધર્યો છે. આવો જાણીએ શું છે આશ્ચર્યજનક પ્રયોગ? એસ.ટી. વિભાગ દ્વારા તેમના કર્મચારીઓને ફરજ ઉપર ચડતા પહેલા ફેમિલી ફોટો સાથે રાખવા ફરમાન જારી કર્યું છે જે અંતર્ગત ભરૂચ - નર્મદા જિલ્લાના ૫૮૮ ડ્રાઈવરએ નોકરી ઉપર ચડતા પહેલા પોતાની સાથે પોતાના પરિવારની તસવીરની પણ હાજરી પુરાવવી પડશે.

    પરિવારથી દૂર, દેશની સરહદે ફરજ બજાવતા સૈનિકોને પોતાની પાસે રાખેલી પરિવારની તસવીર પરિવારની હાજરીનો અહેસાસ કરાવતી હોય છે. આ તસવીર સૈનિકની એકલતા દૂર કરી મનોબળ મજબૂત કરે છે. હવે આવી જ કંઈક લાગણી સાથે એસ.ટી. બસના ડ્રાઈવરને જોડવાનું કામ એસ.ટી. વિભાગ કરી રહ્યું છે.

    એસ.ટી. બસમાં નોકરી ઉપર ચડતા પહેલા ડ્રાઈવર, કંટકટર અને અન્ય સ્ટાફ પોતાના ખિસ્સામાં રાખેલી પરિવારની તસવીરની એક ઝલક જોયા પછી જ કામ શરુ કરે છે. વડી કચેરી તરફથી મળેલા આદેશના પગલે ભરૂચ - નર્મદા એસ.ટી. વિભાગના ડિસ્ટ્રીક્ટ કંટ્રોલરે ૫૮૮ એસ.ટી. બસ ચાલકોને ફરમાન જારી કર્યું છે. હાલમાં ફરમાન સામે હાલ તો સ્ટાફને પણ કોઈ હિચકિચાટ નથી અને મુસાફરો પણ પગલાંને આવકારી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply