અખાત્રીજ-પરશુરામ જયંતિનો આજે અનોખો સંયોગ, રાજ્યોમાં નીકળી શોભાયાત્રા
Live TV
-
આજે અક્ષય તૃતિયા છે. આજના દિવસે સોના-ચાંદી, જમીનની ખરીદી શુભ માનવામાં આવે છે. સોનાની ખરીદીને લોકો આજે પણ શુભ માને છે. અમદાવાદમાં સોના-ચાંદીની ખરીદી માટે સવારથી જ જ્વેલર્સની દુકાનમાં લોકોની ભીડ ઉમટી પડી હતી.

પરશુરામ જયંતિ નિમિત્તે વડોદરા ખાતે પણ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના આગેવાનો, સાધુ સંતો , અને નાગરિકો , મોટી સંખ્યામાં જોડાયા હતા. બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ મહેતા, સાંસદ રંજનબહેન ભટ્ટ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિતના અગ્રણીઓ અને સાધુ સંતોએ રેલીમાં ભાગ લીધો હતો. બાળકો વિવિધ વેશ ભૂષામાં શોભાયાત્રામાં જોડાયા હતા. મોટર સાયકલ અને ખુલ્લી જીપમાં રેલીમાં જોડાયા હતા.