વૈજ્ઞાનિક ઢબે હળદરની પ્રયોગશીલ ખેતી કરીને બાકીના ખેડૂતોનું પણ ધ્યાન દોર્યું
Live TV
-
મોરબી જિલ્લાના પીપળીયા રાજ ગામના પ્રગતિશીલ ખેડૂત અમીનભાઈ કડીવારે પ્રયોગશીલ ખેતી કરીને બાકીના ખેડૂતોનું પણ ધ્યાન દોર્યું છે.
સાધારણ વરસાદ ધરાવતા વિસ્તારમાં ટપક પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબે હળદરની ખેતી કરીને આ ખેડૂતે સારૂ વળતર મેળવ્યું છે. આંતર પાક તરીકે બે ચાસ વચ્ચે કાળી જીરીનું વાવેતર કરીને નવો ચીલો ચાતર્યો છે. તેમણે લાંબા ગાળાના આયોજન રૂપે મલેશિયન લિંબડાનું પણ વાવાતેર કર્યું છે. 170 થી 200 મણ હળદરનું ઉત્પાદન થતા અન્ય ખેડૂતો પણ આવી પ્રયોગશીલ ખેતી તરફ આકર્ષાયા છે.
