Skip to main content
Settings Settings for Dark

આણંદઃ આ શખ્સે ઈલેક્ટ્રિક અને પેડલ વાળી ટૂ ઈન વન સાઈકલ બનાવી!

Live TV

X
  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દીન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, તેના કારણે વાહન ચલાવવું મોંઘુ પડી રહ્યું છે, પરંતુ આણંદના એક વ્યક્તિએ પેટ્રોલ ડીઝલમાંથી મુક્તિ આપી એક અનોખી સાઈકલ બનાવી છે. આણંદના વિદ્યાનગરમાં રહેતા શ્રી લાલ ઝાએ નકામી વસ્તુઓનો ઉપયોગ કરી ટુ ઈન વન સાઈકલ બનાવી છે.

    ઈલેક્ટ્રીક પાવર તેમજ પેડલ મારી આ સાઈકલની સવારી કરી શકાય છે. શ્રીલાલ ઝાએ તૈયાર કરેલી ઈલેક્ટ્રીક સાઈકલ બજારમાં મળતી અન્ય સાઈકલો કરતા ઘણી સસ્તી છે. આ સાઈકલ ની કીટ 6 કિલો વજન ધરાવે છે.જે કોઈ પણ સાઈકલ પર સહેલાઈથી બેસાડી શકાય છે. જો સાઈકલ લઈને જતા હોઈએ અને થાક લાગે તો બેટરીથી પણ આ સાઈકલ ચલાવી શકાય છે.

    સાઈકલની આ કીટ માત્ર 12 હજાર 500માં તૈયાર થઈ જાય છે. આ કીટ તમામ પ્રકારની સાઈકલમાં આસાનીથી લગાવી શકાય છે, તો દિવ્યાંગો માટે પણ આ કીટ ખુબજ ઉપયોગી નીવડે તેવી છે. બેટરીને એક વાર ચાર્જ કર્યા બાદ, 18 થી 20 કિલોમીટર સુધી સફર ખેડી શકાય છે. જેનો ખર્ચ માત્ર 1 રૂપિયોને 50 પૈસા આવે છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply