ફાની તોફાનમાં ફસાયેલા જામનગરના 375 યાત્રાળુઓ ફર્યાં પરત
Live TV
-
યાત્રાળુઓને પરત લાવવા માટે કરેલી વ્યવસ્થા બદલ જિલ્લા કલેક્ટરે ગુજરાતના મુખ્યમંત્રી અને વહિવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. દરેક પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ફુલહાર કરી યાત્રાળુઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઓરિસ્સા ગયેલા જામનગરના 375 જેટલા યાત્રાળુઓ ફસાયાના અહેવાલ ગુજરાતમાં સૌપ્રથમ જામનગરમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ સમાચાર સાંભળીને ગુજરાત વહિવટી તંત્રે ફોની વાવાઝોડામાં ફસાયેલા લોકોને ,હેમખેમ પરત લાવવા માટે કવાયત હાથ ધરી હતી, ત્યારે ગઈકાલે રાત્રે બસ મારફતે 50 જેટલા યાત્રાળુઓ જામનગર પરત આવી પહોંચ્યા હતા.
