અખાત્રીજ શુભકાર્યો માટે શ્રેષ્ઠ, રથયાત્રાના રથોનું આજે થશે પૂજન
Live TV
-
આજે અખાત્રીજ છે. આજે શુભકાર્ય કરવા માટે નો દિવસ છે. આજે વણજોયું મુહૂર્ત છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજી મંદિરમાં આજે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા ના એમ ત્રણ રથોનું પૂજન કરવામાં આવ્યું હતું. આજથી મંદિરમાં રથયાત્રાની તૈયારી શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, 17 જુને જલયાત્રા યોજાશે તેમજ ચોથી જુલાઈએ ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા નિકળશે ત્યારે અખાત્રીજે લેવાયેલા સંકલ્પ નિર્વિઘ્ને પાર પાડે છે, એવી માન્યતા છે. રથયાત્રામાં કોઈ વિઘ્ન ન આવે તે માટે આજે ત્રણેય રથો નું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું છે. મંદિરના મહંત, દિલીપ દાસજી મહારાજ તેમજ ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રથોનું પૂજન કર્યું હતું.
