અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં કોંગ્રેસ પર પ્રહાર
Live TV
-
અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે કરેલા ઉલ્લેખમાં કોગ્રેસ પાર્ટીના સભ્યોના નામ બહાર આવ્યા છે. ત્યારે આ મુદ્દે ગુજરાતના બીજેપીના અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસ સામે નિશાન તાકતા પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે તમામ પ્રકારના કૌભાંડોમાં કોંગ્રેસના નેતાઓનું નામ ઉછળે છે. આ અંગેનો જવાબ કોંગ્રેસે આપવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશની સુરક્ષા માટેના સોદામાં કોંગ્રેસે જે ભ્રષ્ટાચાર આચર્યો છે તેનો ભાંડો મિશેલની વાતમાં ફૂટી રહ્યો છે.
