બોટાદમાં ટેકાના ભાવે મગફળીની કરાઈ ખરીદી
Live TV
-
બોટાદ જિલ્લાના માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી હતી. જેના રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા છે. કુલ સોળ હજાર 190.25 ક્વિન્ટલ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી હતી. તેના આઠ કરોડ નવ લાખ રૂપિયા ખેડૂતોના ખાતમાં જમા થયા છે.
બોટાદ જિલ્લાના માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી હતી. જેના રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા છે. કુલ સોળ હજાર 190.25 ક્વિન્ટલ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી હતી. તેના આઠ કરોડ નવ લાખ રૂપિયા ખેડૂતોના ખાતમાં જમા થયા છે. જીલ્લા ખેતીવાડી અધિકારી એસ.જી ગઢિયાએ જણાવ્યું હતું કે રાજયમાં બોટાદ જિલ્લો એવો છે જેમાં એક મહિનાની અંદર મગફળીની ખરીદી પૂર્ણ થતા ખેડૂતોના ખાતામાં નાણા જમા થયા છે. બોટાદમાં 1409 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
