રાજ્યભરમાં નવાવર્ષની ઉજવણીઃ ક્યાંક સાંસ્કૃતિક તો ક્યાંક ડાન્સ પાર્ટી સાથે ઉજવણી
Live TV
-
નવી આશા અને નવા સ્વપ્નો સાથે નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. દેશ અને દુનિયાભરના લોકોએ 31 ડિસેમ્બરની રાત્રે 2018ના વર્ષને બાયબાય કહી નવા વર્ષને વેલકમ કહ્યું હતું. 2019ના નવા વર્ષનું ગર્મજોશી સાથે સ્વાગત કર્યું હતું.
જામનગરમાં રંગારંગ કાર્યક્રમોની ઉજવણી
નવા વર્ષને હર્ષભેર ઉજવવા જામનગરના નગરજનોએ કાતિલ ઠંડી વચ્ચે પણ ન્યુયરની પાર્ટી માણી હતી. લોકોનો ઉત્સાહ વધારવા શહેરની અનેક હોટલ, રેસ્ટોરન્ટ અને પાર્ટી પ્લોટ પર અનેક જાતના રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ન્યુયર પાર્ટીમાં ખાસ લાઈટીંગ સાથેના ડાન્સિંગ ફ્લોર, હજારો વોટ્સ સાથેની સાઉન્ડ સિસ્ટમ, ડી.જે. ઓરકેસ્ટ્રા અને રંગારંગ લાઈટ્સ સાથે લોકોને આકર્ષવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. શહેરીજનોએ પણ ખુબ બહોળી સંખ્યામાં કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી નવા વર્ષને વધાવી લીધું હતું.ડાંગ જિલ્લામાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે નવા વર્ષની ઉજવણી
ડાંગ જિલ્લામાં ખ્રિસ્તી ભાઈ બહેનોએ , નવા વર્ષની ઉમળકા ભેર ઉજવણી કરી હતી. ડાંગ જિલ્લાના આહવા ખાતે , રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે , નવા વર્ષની ઉજવણી કરાઈ હતી. નાના બાળકોથી લઈ સૌ ખ્રિસ્તી ભાઈ બહેનો દ્વારા નાટક ગરબા ન્રુત્ય રજૂ કરાયા હતા અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. ફાધર જીવલ બાગુલ દ્વારા પ્રાથના સભામાં કેંડલ સળગાવી પ્રભુ ઈશુની સ્તુતિ કરાઈ હતી. જેમાં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા. સંગીતના સૂર તાલે આતિશબાજી અને ફટાકડા ફોડી નવા વર્ષની વધામણી કરી હતી.મોરબીની સ્કૂલમાં બાળકોએ કરી ઉજવણી
સમગ્ર વિશ્વમાં 25 ડીસેમ્બરથી નાતાલ પર્વની શરૂઆત થઈ છે. વર્ષના આખરી દિવસે ક્રિસમસની ઉજવણીમાં ભૂલકાઓ પોતાના નિજાનંદમાં મસ્ત બની ઝૂમી ઉઠે છે તથા સાન્ટા ક્લોઝ ની વિશેષ ભેટ માટે આતુર હોય છે. આમ તો નાતાલ એ પશ્ચિમના દેશમાં ઉજવાતો વિશેષ તહેવાર છે. પરંતુ ઉત્સવના દેશ તરીકે જાણીતા ભારતમાં નાત જાત કે દેશ વિદેશના સીમાડાઓને ભુલી નાના નાના શહેર અને ગામમાં પણ થઇ રહી છે નાતાલ મહા પર્વની ઉજવણી. મોરબીની જાણીતી સ્કૂલમાં બાળકોના રંગારંગ કાર્યક્રમથી ક્રિસમસની ઉજવણી થઈ હતી. શિક્ષિકાએ સર્વધર્મ સદભાવ અને વસુધૈવ કુંટુંબકમની ભાવના સાથે સર્વને શુભેચ્છા પાઠવી હતી.અમદાવાદના સીજીરોડ અને એસજી હાઈવે પર નવા વર્ષની ઉજવણી
31 ડિસેમ્બર, 2018ના છેલ્લા દિવસની વિદાય , અને નવા વર્ષ 2019ના પ્રથમ દિવસના સ્વાગત માટે , લાખોની સંખ્યામાં , અમદાવાદના નગરજનો પાર્ટી પ્લોટ, ક્લબ, તેમજ રસ્તા ઉપર ઉમટી પડ્યા હતા. રંગબેરંગી લાઇટો, લેસર શો અને સંગીતના તાલે ઝૂમીને લોકોએ નવા વર્ષને વધાવ્યું હતું. અમદાવાદ શહેરમાં સીજી રોડ, એસજી હાઇવે જેવા રસ્તાઓ ઉપર , લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે બીજી તરફ પોલીસ દ્વારા પણ રસ્તા ઉપર સઘન વાહન ચેકિંગ અને ટ્રાફિક વ્યવસ્થા સાથે કામગીરી કરી હતી.
