જસદણમાં જીત મેળવનારા કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય તરીકે લીધાં શપથ
Live TV
-
જસદણના વિજય બાદ કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદના આજે શપથગ્રહણ કર્યા હતાં. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કુંવરજી બાવળિયાને શપથગ્રહણ કરાવ્યાં હતાં.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી કૌશિક પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં સહિતના ભાજપાના ટોચના નેતાઓ પણ શપથગ્રહણમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
શપથગ્રહણ બાદ કુંવરજી બાવળિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જસદણની જનતાએ તેમની ઉપર ફરી વિશ્વાસ મુક્યો છે તો આ વિશ્વાસને સાર્થક કરવા તમામ પ્રયાસોકરવાનું તેમણે વચન આપ્યું હતું.
