રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમનાથ મંદિરમાં કર્યા દર્શન
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રસિધ્ધ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી.અને તેઓ પરત જવા માટે રવાના થયા છે. રાષ્ટ્રપતિએ પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે જાણીતા સોમનાથ પરિસરમાં આવેલ લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ માળા અર્પણ કરી નમન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના વન મંત્રી ગણપતભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. સરદાર વંદના કરી રાષ્ટ્રપતિ સોમનાથ મંદિરે પહોંચ્યા હતા. સાગર દર્શન કર્યા બાદ રાષ્ટ્રપતિએ સોમનાથ મંદિર ખાતે ભગવાન ભોળાનાથની મધ્યાહન આરતીમાં ભાગ લીધો હતો અને પૂજા અર્ચના કરી હતી. રાષ્ટ્રપતિ નવી દિલ્હીથી ગીર સોમનાથ હેલિપેડ ખાતે ઉતરાણ કરતા રાજ્યના વનમંત્રી ગણપત વસાવા જિલ્લા ક્લેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ પુષ્પ ગુચ્છથી તેમનું સ્વાગત કર્યું હતું. આ અગાઉ રાષ્ટ્રપતિજીએ ગીરની મુલાકાત લીધી હતી. એક ટ્વીટ સંદેશમાં તેમણે ગુજરાત સરકાર વન અધિકારીઓ અને સૌરાષ્ટ્રના લોકોની એશિયાઈ સિંહો અને અન્ય વન્ય જીવોના સંરક્ષણ કરવા બદલ સરાહના કરી હતી અને લોકોને ગીર ની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
