Skip to main content
Settings Settings for Dark

CM વિજયભાઇ રૂપાણીએ તમામ જિલ્લા કલેકટરને કરી તાકીદ

Live TV

X
  • મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી સી.એમ. ડેશ બોર્ડની કમાન્ડ કંટ્રોલ વોલના માધ્યમથી જિલ્લા કલેકટરો સાથે ઓનલાઇન એન.એ, અછત, પાણી-ઘાસચારો, અસરગ્રસ્ત તાલુકાના ખેડૂતોને ઇનપૂટ સબસિડી સહાય , તેમજ ગરીબ કલ્યાણ મેળા અને ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. શ્રી વિજયભાઇ રૂપાણીએ તમામ જિલ્લા કલેકટરોને એન.એ. ઓનલાઇન ઝડપી નિકાલની સ્પર્ધા થાય તેવું વાતાવરણ બનાવી પેન્ડન્સી લેવલ ઝડપથી નીચું આવે તે માટે પ્રેરક આહવાન પણ કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ અગાઉની ૯૦ દિવસની ટાઇમ લીમીટ - સમય મર્યાદા હવે ટેકનોલોજીના ઉપયોગ અને સંપૂર્ણ પારદર્શીતાથી માત્ર ૮ થી ૧૦ દિવસની કરવાની પણ જિલ્લા તંત્ર વાહકોને સૂચના આપી હતી. રાજ્યના ૯૬ અસરગ્રસ્ત તાલુકાના ખેડૂતોને ઇનપૂટ સબસીડી માટેની પ્રક્રિયામાં ગતિ લાવવા સૂચવતા કહ્યું કે આગામી તા. પ જાન્યુઆરી પહેલાં આવી સબસિડીના ફોર્મ એકત્ર કરી લેવાય અને રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલા હેકટર દિઠ સહાયના ધોરણે ચૂકવણીની પ્રક્રિયા પણ ઝડપી બનાવાય. ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ આગામી તા.૩૦ જાન્યુઆરી સુધીમાં સમગ્ર રાજ્યમાં મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરવા પણ જણાવ્યુ હતુ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply