અછત સમિતિની બેઠક યોજાઈ, રાજ્યના 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા
Live TV
-
250 મિલીમીટર કરતાં પણ ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અછત સમિતિની બેઠક યોજાઈ હતી. તે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વધુ એક ખેડૂતલક્ષી તેમજ પશુપાલકો માટે નિર્ણય લીધો છે. અને રાજ્યના 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. 250 મિલીમીટર કરતાં પણ ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા તાલુકામાં ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા 6 હજાર 800ની સહાય ચૂકવવામાં આવશે. તેમજ રૂપિયા બે રૂપિયે કિલો ઘાસચારાનું વિતરણ કરવામાં આવશે. તેમજ રજાઓ દરમિયાન પણ બાળકોને શાળામાં મધ્યાહન ભોજન વિના મૂલ્યે પૂરૂ પાડવામાં આવશે.
