સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તો મળનારા લાભોની કરાઈ જાહેરાત
Live TV
-
નર્મદાના જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા સાંસદ રામસિંહ રાઠવા માજી મંત્રી શબ્દ શરણ તડવીએ પત્રકાર પરિષદ યોજી સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તો મળનારા લાભોની જાહેરાત કરી
નર્મદાના જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા સાંસદ રામસિંહ રાઠવા માજી મંત્રી શબ્દ શરણ તડવીએ પત્રકાર પરિષદ યોજી સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તો મળનારા લાભોની જાહેરાત કરી હતી. આ મુજબ નર્મદા જિલ્લાનાં 13 ગામોનાં 260 કુટુંબોને લાભ મળશે. વર્ષ 1961માં 1200 એકર જમીન સંપાદન થઈ હતી તેમને કરજણ અને નર્મદા યોજનાના કમાન્ડ વિસ્તારમાં ખેતી લાયક જમીન મળશે. જમીનના બદલામાં જમીન ન જોઈતી હોય તો હૅકટર દીઠ સાત લાખ 50 હજાર રૂપિયા મળશે. અસરગ્રસ્તોના પુખ્ત પુત્રોને સ્વ રોજગારી માટે 5 લાખ ઉચ્ચક અપાશે. રહેઠાણ માટે 3 ગુઠા જમીન આપવામાં આવી રહી છે. કુલ 27 માંથી 25 માંગણીઓ સ્વીકારવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિકો રોજગારી ની તકો વધુ મળે તેને વધુ પ્રાધાન્ય અપાશે તેમ જણાવાયું હતું. હજુ પણ અસરગ્રસ્તો ની કટ ઓફ ડેટ ની માંગ છે જે ગ્રીવાન્સ રિડ્રેસલ ઑથોરિટી પાસે વિચારાધીન છે.
