Skip to main content
Settings Settings for Dark

અદાણીની CNG ગેસકીટ ગાડીની ટક્કરે યુવાનનું મોત

Live TV

X
  • અમદાવાદનો 20 વર્ષનો યુવક તેના પિતરાઈ ભાઈ સાથે એક્ટિવા લઈને શાહીબાગ કેમ્પ હનુમાન ખાતે દર્શન કરવા ગયો હતો. ત્યાર બાદ શાહીબાગથી થલતેજ પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે નારણપુરા પાસે યુવકને પાછળથી આવી રહેલા સીએનજી ગાસ્કેટ ગાડીએ ટક્કર મારી હતી.જેમાં એકટીવા ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે યુવકના પિતરાઈ ભાઈને સામાન્ય ઇજા પહોંચી છે.

    આ અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.અકસ્માતમાં પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે.

    માહિતી અનુસાર, થલતેજમાં આવેલી નિકિતા પાર્ક સોસાયટીમાં રહેતો વેદાંત મોદી તેના પિતરાઈ ભાઈ વ્રજ સાથે એકટીવા લઈને ગઈકાલે રાત્રે કેમ્પ હનુમાન ખાતે દર્શન કરવા માટે ગયો હતો.રાત્રે 10 વાગ્યાની આસપાસ વેદાંત અને વ્રજ એક્ટિવા પર મંદિરથી ઘરે પરત આવી રહ્યા હતા.ત્યારે નારણપુરા લાડલીના શોરૂમ સામેના રસ્તે એકટીવાને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અદાણી કંપનીની ગેસકીટ ગાડીએ ટક્કર મારી હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply