અનલૉક-2: રાજ્યમાં 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી, એક્સપ્રેસ રુટની ST બસ સેવા પણ શરૂ
Live TV
-
અનલૉક-2 અંતર્ગત રાજ્યમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી અપાઇ છે... જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટને રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના દિશા નિર્દેશ અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યા થી સવારના 5 વાગ્યા સુધી કર્ફયૂનો અમલ કરવાનો રહેશે. તેમજ કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈ થી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેનું ખાસ પાલન કરવાનું રહેશે.
અનલૉક 2: રાજ્યમાં એક્સપ્રેસ રુટની બસ સેવા પણ શરૂ
એસટી વિભાગ દ્વારા કોવિડ-19 ની મહામારીને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે રાજ્ય પરિવહન વિભાગ દ્વારા, મુસાફરો માટે 30 ટકા જેટલી બસો દોડાવવામાં આવી રહી છે...જેમાં હવે વધારો કરતાં રાજ્યમાં એક્સપ્રેસ રૂટ ની બસ સેવા પણ ચાલુ કરવામાં આવી છે...જેથી હવે રાજ્યના 2,325 એક્સપ્રેસ રૂટ્સ પર લોકો મુસાફરી કરી શકશે... રાજ્યના એસ.ટી. વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ બસોને સેનેટાઇઝ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે... ઉપરાંત મુસાફરોને પણ સહકાર આપવા અપીલ કરવામાં આવી રહી છે...મહત્વનું છે કે એસટી વિભાગની આ પહેલથી અન્ય જિલ્લાઓમાં નોકરી-ધંધા અર્થે મુસાફરી કરતાં લોકોને સરળતા રહેશે....
