Skip to main content
Settings Settings for Dark

કોરોના અપડેટ: રાજ્યમાં નવા 681 કેસ, સુરતમાં 227 તો અમદાવાદમાં 211 કેસ

Live TV

X
  • 563 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા તો 19 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા

    ગુરુવારે રાજ્યમાં કોવિડ-19ના 681 નવા દર્દીઓ નોંધાયા, તો 563 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે...તો 19 દર્દીઓ કોરોના સામે જંગ હારી જતા તેમના દુ:ખદ નિધન થયા છે...રાજ્યમાં અત્યાર સુધી કુલ 33,999 પોઝિટિવ કેસ નોંધાયા છે...હાલ 7510 કેસ સક્રિય છે, જેમાંથી 68 દર્દીઓ વેન્ટિલેટર પર છે, તો 7442 દર્દીઓની સ્થિતિ સારી છે...રાજ્યમાં અત્યાર સુધી કુલ 24,601 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફરી ચૂક્યા છે..તો રાજ્યમાં કુલ 1,888 દર્દીઓ કોરોના સામે જંગ હારી ગયા...મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધી 3 લાખ 88 હજાર 65 ટેસ્ટ કરવામાં આવ્યા છે..હાલ રાજ્યમાં કુલ 2 લાખ 51 હજાર 122 વ્યક્તિઓને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે...

    અમદાવાદ જિલ્લામાં નવા 211 કેસ નોંધાયા, જેમાંથી 202 કેસ શહેરી વિસ્તારમાંથી તો 9 કેસ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાયા...અમદાવાદમાં વધુ 7 દર્દીઓના મૃત્યુ થયા...તો સુરતમાં કોરોનાનો પ્રકોપ યથાવત્ છે...ગુરુવારે સુરત જિલ્લામાં 227 કેસ નોંધાયા, જેમાંથી 191 કેસ શહેરી વિસ્તારમાંથી તો 36 કેસ સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યા છે...સુરત શહેરમાં વધુ 3 તથા સુરત ગ્રામ્યમાં વધુ 1 દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું....

    અમદાવાદ એંટીજન ટેસ્ટ શરૂ, 30 મિનિટ પરિણામની પડશે ખબર

    ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં લેતા RTPCR ટેસ્ટ બાદ હવે અમદાવાદમાં પણ એંટીજન ટેસ્ટ શરૂ થઈ ચૂક્યા છે.... જ્યાં RTPCR ટેસ્ટનું રિઝલ્ટ આવવામાં 8 કલાકનો સમય લાગે છે, તો એંટીજન ટેસ્ટમાં કોરોનાનું રિઝલ્ટ માત્ર 30 મિનિટમાં મળી જાય છે... જેનાથી દર્દીને વહેલી તકે આઈસોલેટ કરી તેની સારવાર શરૂ કરી શકાય છે...આ એંટીજન ટેસ્ટ દ્વારા ઓછા સમયમાં વધુ લોકોના કોરોના ટેસ્ટ કરી શકાય છે... RTPCR ટેસ્ટમાં કોરોના વાયરસના જીનોમને ડિટેક્ટ કરવામાં આવે છે, તો એંટીજન ટેસ્ટ કીટ દ્વારા વાયરસના પ્રોટીનને ડિટેક્ટ કરવામાં આવે છે....આ ટેસ્ટની સેન્સીટીવીટી 80 ટકા બતાવવામાં આવી છે... ICMR તરફથી આ ટેસ્ટ કરાવવાની કિંમત 450 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે RTPCR ટેસ્ટ કરાવવાની કિંમત હાલ ગુજરાતમાં 2500 રૂપિયા છે...

    પોરબંદરને ટ્રુ નેટ મશીનની સુવિધા ઉપલબ્ધ

    કોરોનાના વધતા કહેર વચ્ચે હવે પોરબંદરમાંથી કોરોના સેમ્પલને ટેસ્ટિંગ માટે જામનગર કે અન્ય શહેરમાં મોકલવા નહીં પડે..પોરબંદરમાં જ તેની તપાસ થઇ જશે...કારણ કે પોરબંદરની કોવિડ-19 હોસ્પિટલની લેબોરેટરીને આરોગ્ય વિભાગ દ્વારા બે ટ્રુ નેટ મશીનોની ફાળવણી કરવામાં આવી છે...

    જામનગરમાં 12 ધન્વંતરિ રથને લીલી ઝંડી
    જામનગરમાં પણ દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે જામનગર શહેર વિસ્તારમાં કુલ 12 ધન્વંતરિ રથને લીલી ઝંડી આપવામાં આવી છે...આ રથ પોતાના અર્બન સેન્ટર વિસ્તાર સિવાયના બીજા બે વિસ્તાર એટલે કે શહેરના 36 જુદા જુદા વિસ્તારોને આવરી લેવામાં આવશે..

    સુરેન્દ્રનગરમાં વિનામૂલ્યે માસ્કનું વિતરણ
    સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોને માસ્ક પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે...જિલ્લા આરોગ્ય તંત્ર અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ લાયન્સ કલબ, ઝાલાવાડ ફેડરેશન અને વેપારી મહામંડળ દ્વારા સુરેન્દ્રનગર શહેરના બજારોમાં લોકોને વિના મૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. 5,000 જેટલા માસ્ક શહેરમાં લોકોને આપવામાં આવ્યા હતા... સાથે કોરોના સામે સાવચેત રહેવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply