વધતા કેસના પગલે અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ લીધી સુરતની મુલાકાત
Live TV
-
ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોના પોઝીટીવના સંખ્યા 600ને પાર નોંધાઇ છે. જ્યારે સુરત શહેર સૌ પ્રથમવાર ગુજરાતમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. આજે સુરતમાં નવા કુલ 199 કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 197 કેસ નોંધાયા છે.
આમ, લાંબા સમય બાદ અમદાવાદમાં ઓછા કેસ નોંધાયા છે. તો વડોદરાએ પણ આજે આરોગ્ય વિભાગની ચિંતા જગાવી છે, જેમાં અત્યાર સુધીના સૌથી વધારે 52 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં 20, જામનગરમાં 18, ગાંધીનગરમાં 16, આંણદમાં 14 અને પાટણમાં 11 કેસ નોંધાયા છે. તો છેલ્લાં 24 કલાકમાં 20 લોકોના મરણ થયા છે. જેમાં નવ દર્દીઓ અમદાવાદના અને ચાર દર્દીઓ સુરતના છે.
ત્યારે નાના શહેરોમાં પણ અનલોક 1માં કોરોના પોઝીટીવ કેસનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ખાસ કરીને સુરતમાં કોરોના સંક્રમણની કિસ્સા વધતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જંયતિ રવિએ સુરતની મુલાકાત લીધી હતી અને જે વિસ્તારોમાં કોરોના પોઝીટીવના કેસોને લઇને સમીક્ષા કરી હતી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે વિવિધ સુચનો કર્યા હતા. .
