Skip to main content
Settings Settings for Dark

ગેરકાયદેસર હથિયાર કૌભાંડમાં ATSને મળી સફળતા, 14 લોકોની ધરપકડ કરાઈ

Live TV

X
  • ગેરકાયદેસર હથિયાર ખરીદી કૌભાંડમાં ATSને મળી વધુ એક સફળતા. 14 લોકોની ધરપકડ કરીને દોઢ કરોડની કિંમતના હથિયારો કર્યા જપ્ત.

    ગુજરાત એટીએસને રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની સપ્યાલ કરતા ગુનેગારોને ઝડપવામાં સફળતા મળી છે. 51 જેટલાં વિદેશી અને દેશી બનાવટનાં હથિયારોને ગુજરાત એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવ્યાં છે.

    અમદાવાદના જોધપુર ગામ રોડ પર આવેલા તરુણ ગન હાઉસના તરુપ ગુપ્તા દ્વારા હથિયારો વિવિધ જગ્યાએ ઇસમોને સપ્લાય કરવામાં આવતા હતાં. ATS દ્વારા રાજુલા, હળવદ, રાપર, ભચાઉ, અબડાસા, ગાંગડ સહિતની ગુજરાતની અલગ અલગ જગ્યાએ રેડ પાડીને અમદાવાદના ગન હાઉસ માલિક સહિત 14 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તમામ હથિયારોને કબજે કરવામાં આવ્યાં છે. સમગ્ર રાજ્યભરમાં આ રેકેટ બે વર્ષથી ચાલતુ હતુ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply