Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં આજે વીજળી પડવાથી 3ના મોત, રાજકોટમાં ધોધમાર વરસાદ

Live TV

X
  • રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે કચ્છમાં પણ વરસાદ થતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે. જો કે વરસાદની સાથે અનેક સ્થળોએ વીજળી પડ્યાની ઘટના પણ બની છે.

    બોટાદના સરવઈ- લાઠીદડ વચ્ચે વચ્ચે વીજળી પડતા 60 વર્ષના વૃદ્ધનું અને 5 વર્ષની બાળકીનું મોત થયું છે, તો નવી સરવઈ ખાતે પણ વીજળી પડતા 17 વર્ષની યુવતીનું પણ મોત થયું છે. યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. એક જ દિવસમાં વીજળીના કારણે બોટાદ જિલ્લામાં 3ના મોત થયા છે.

    રાજકોટ પંથકમાં પણ બે દિવસથી ધોધમર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જસદણ તાલુકાના ડોડીયાળા ગામે વીજળી પડી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીજળી પડવાથી એક ખેતમજૂર ઘાયલ થયો હતો, જેને સારવાર અર્થે ગોંડલની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply