અનિવાર્ય સંજોગો સિવાય બહાર લોકો ન નિકળે, જીવનજરૂરી ચીજવસ્તુઓની કોઇપણ સમસ્યા નહીં સર્જાય : વિજય રૂપાણી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે વધુ 12 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. તેમણે નાગરિકોને લોકડાઉનનું અમલ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સૌને અપીલ કરી હતી. તેમજ આ અગાઉ મુખ્યમંત્રીએ વર્તમાન સ્થિતિમાં કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે સ્વયં શિસ્ત લોકોમાં કેળવાય તે માટે વેપાર ઉદ્યોગના સહયોગ હેતુથી 6 મહાનગરોના વેપાર ઉદ્યોગ સંગઠનો અને ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી માર્ગદર્શન આપ્યું હતું.
