Skip to main content
Settings Settings for Dark

અનોખા સર્પાકાર સૂર્ય નમસ્કાર, એક સૂર્ય નમસ્કારમાં 120 સ્ટેપ

Live TV

X
  • વડોદરામાં એસ.એન.ફાઉન્ડેશન દ્વારા વડોદરાના સમા-સાવલી રોડ ખાતે અનોખી રીતે સામૂહિક "108 સર્પાકાર સૂર્ય નમસ્કાર"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 350 જેટલા લોકો રૂબરૂ જોડાયા હતા, જ્યારે 300થી વધુ લોકોએ ઓનલાઇન ભાગ લીધો હતો.

    એક મહિનાની ઓનલાઇન તાલીમ યોજાઈ હતી

    વડોદરાના યોગ તજજ્ઞ પ્રવીણ મેરિપલ્લીના માર્ગદર્શન હેઠળ આ અનોખા યોગ પ્રકારની એક મહિનાની ઓનલાઇન તાલીમ યોજાઈ હતી. આજના 108 સર્પાકાર સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં 13 વર્ષથી લઈને 70 વર્ષની વયના વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આમાં વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, વડીલો અને દિવ્યાંગ વ્યક્તિઓ પણ સામેલ થયા હતા.

    સર્પાકાર સૂર્ય નમસ્કારમાં 14 આસનનો સમાવેશ

    સર્પાકાર સૂર્ય નમસ્કારમાં પ્રાણમાસન, હસ્તોત્તનાસન, પાદહસ્તાસન, અશ્વસંચલનાસન, પાર્થોત્તનાસન, તિર્યક ઉત્થાન પ્રસ્થાન, પર્વતાસન, પરંપરાગત ભૂ-નમસ્કાર આસન સહિત કુલ 14 આસનોનો સમાવેશ થાય છે, જે સર્પાકાર ક્રમમાં આગળ વધે છે. આ આસનો પ્રવાહી અને યોજનાબદ્ધ હલનચલન સાથે લયબદ્ધ શ્વાસનું સુમેળ સાધે છે. ધ્વનિ, શ્વાસ અને હલનચલનને એકીકૃત પ્રવાહમાં સાંકળીને સૂર્ય નમસ્કાર સમગ્ર શરીર માટે એક અનન્ય, આધુનિક અને સંકલિત પ્રથા પ્રદાન કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply