Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ, આજે 13 જિલ્લામાં યલો એલર્ટ

Live TV

X
  • મહેસાણાના કડી અને અમદાવાદ જિલ્લાના વિરમગામમાં સૌથી વધુ પોણા ચાર ઈંચ વરસાદ..આગામી બીજી અને ત્રીજી જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    24 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર, મહેસાણા જિલ્લાના કડી અને અમદાવાદ જિલ્લાના વિરમગામમાં સૌથી વધુ પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.આ ઉપરાંત નવસારીના ખેરગામમાં સવા બે ઈંચ, સુરતના ઉમરપાડામાં બે ઈંચ, ગાંધીનગરના કલોલમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદના દેત્રોજ અને નવસારીના વાંસદામાં પણ બે-બે ઈંચ વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 32.73 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે..સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 35.75 ટકા, જ્યારે સૌથી ઓછો કચ્છ અને નોર્થ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે..વરસાદને લઈને 13 ડેમ 100 ટકા ભરાયેલા છે, જ્યારે 19 ડેમ હાઈએલર્ટ પર છે.

    તા. 2 અને 3 જુલાઈ દરમિયાન ઓરેન્જ એલર્ટ

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાં સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સરક્યુલેશનના કારણે વરસાદ વરસી રહ્યો છે. આગામી 2 અને 3 જુલાઈ દરમિયાન ઓરેન્જ એલર્ટ સાથે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, અમદાવાદ શહેરમાં આજે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply