Skip to main content
Settings Settings for Dark

અફવાઓ પર ન આપો ધ્યાન, જાણો વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને પછી શું કરવું ?

Live TV

X
  • વાવાઝોડાને પગલે ગુજરાતમાં એલર્ટ, બચાવ દળોની ટીમો તૈનાત કરાઈ

    વાવાઝોડા પહેલા શું કરવું ?

    - રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતિ ક્ષતિઓ દૂર કરો
    - સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો
    - આપના રેડિયો સેટને ચાલુ હાલતમાં રાખો, ચકાસી લો
    - સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયાસ કરો
    - ઢોર-ઢાખરને ખૂંટાથી છૂટા કરી રાખો
    - માછીમારોએ દરિયામાં જવુ નહી, બોટ સલામત સ્થળે લાંગરવી
    - અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવુ
    - આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો

    વાવાઝોડા દરમિયાન શું કરવું ?

    - જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી
    - રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો
    - વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહી
    - વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી હિતાવહ નથી
    - વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપવી
    - દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ન ઉભા રહેવુ
    - વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી
    - માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી
    - અગરિયાઓને અગરો છોડી સલામત સ્થળે આશ્રય લેવો
    - ખોટી કે અધૂરી જાણકારીવાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો

    વાવાઝોડા બાદ શું કરવું?

    - બચાવ કામગીરી માટે ફાયરબ્રિગેડ, પોલીસ, કન્ટ્રોલ રૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી
    - અસરગ્રસ્તોની મદદ કરવી , બચાવ કરવો , સલામત સ્થળે લઈ જવા
    - જરુર પડે તબીબી સારવાર તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવી
    - હવામાન વિભાગ દ્વારા મળતી આગાહીઓને અનુસરવુ તથા સતત સંપર્કમાં રહેવુ
    - અસરગ્રસ્તોને જરુરી મદદ ઉપલબ્ધ કરાવવી

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply