જાણો વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને પછી શું કરવું ?
Live TV
-
વાવાઝોડાને પગલે ગુજરાતમાં એલર્ટ, બચાવ દળોની ટીમો તૈનાત કરાઈ
વાવાઝોડા પહેલા શું કરવું ?
- રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતિ ક્ષતિઓ દૂર કરો
- સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો
- આપના રેડિયો સેટને ચાલુ હાલતમાં રાખો, ચકાસી લો
- સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયાસ કરો
- ઢોર-ઢાખરને ખૂંટાથી છૂટા કરી રાખો
- માછીમારોએ દરિયામાં જવુ નહી, બોટ સલામત સ્થળે લાંગરવી
- અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવુ
- આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખોવાવાઝોડા દરમિયાન શું કરવું ?
- જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી
- રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો
- વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહી
- વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી હિતાવહ નથી
- વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપવી
- દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ન ઉભા રહેવુ
- વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી
- માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી
- અગરિયાઓને અગરો છોડી સલામત સ્થળે આશ્રય લેવો
- ખોટી કે અધૂરી જાણકારીવાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરોવાવાઝોડા બાદ શું કરવું?
- બચાવ કામગીરી માટે ફાયરબ્રિગેડ, પોલીસ, કન્ટ્રોલ રૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી
- અસરગ્રસ્તોની મદદ કરવી , બચાવ કરવો , સલામત સ્થળે લઈ જવા
- જરુર પડે તબીબી સારવાર તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવી
- હવામાન વિભાગ દ્વારા મળતી આગાહીઓને અનુસરવુ તથા સતત સંપર્કમાં રહેવુ
- અસરગ્રસ્તોને જરુરી મદદ ઉપલબ્ધ કરાવવી
