13 જૂનની સવારે ત્રાટકી શકે છે ચક્રવાત "વાયુ", અધિકારીઓની રજા કરાઈ રદ્દ
Live TV
-
ઓખા બંદર ઉપર બે નંબરનુ સિગ્નલ લગાવાયું
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 13મી જૂનની સવારે ચક્રવાત વાયુ ત્રાટકવાની ભીંતિ સેવી છે. હાલમાં ચક્રવાત મુંબઇથી ચારસો કિલોમિટર દૂર હોવાની માહિતી હવામાન વિભાગે આપી હતી. વાયુ ચક્વાતની વધુ વિગતો આપાત હવામાન વિભાગે કહ્યું હતુંકે 13મી જૂનના રોજ સવારે પોરબંદર, મહુવા તેમજ વેરાવળ અને દિવના દરિયાઇ વિસ્તારની આસપાસ 110થી 120 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. પવનની ઝડપ વધીને પ્રતિકલાક 135 કીમી થાય તેવી પણ વકી છે. આ ઉપરાંત અગિયાર અને બારમી જૂનના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વિજળીના ચમકારા સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 13 અને 14 જૂનના રોજ અતિભારે વરસાદ વરસે તેવી પણ હવામાન વિભાગે ચેતવણી આપી છે.હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના ઓખા બંદર ઉપર બે નંબરનુ સિગ્નલ લગાવાયું જ્યારે અન્ય બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.
રાજ્ય ના, ચીફ સેક્રેટરી ,ડૉ. જે.એન.સિંઘે જણાવ્યું છે ,કે, ચક્રવાત વાવાઝોડું ,મુંબઈ થી ,300 કિલોમીટર દૂર છે, તેમજ વાવાઝોડા ની અસરો ને પહોંચી વળવા ,વહીવટી તંત્ર સજ્જ છે.રાજ્ય સરકાર સજ્જ બની ગઈ છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ કલેક્ટર ,અને લોકલ અધિકારીઓ ની રજા ,કેન્સલ કરી ,ફરજ પર રહેવા ,આદેશ આપ્યા છે. NDRFની 11 ટીમ આ સમગ્ર ચક્રવાત ને પહોંચી વળવા માટે ,સૌરાષ્ટ્રના દરિયાકાઠાં આવી પહોંચવાની છે. મુખ્યમંત્રીએ આજે સવારે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર એલર્ટ કરાયું છે તથા બપોર બાદ ફરી સમીક્ષા બેઠક પણ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું ,કે, લશ્કર, એરફોર્સ અને કોસ્ટગાર્ડ સાથે રાજ્ય સરકાર કોમ્યુનિકેશનમાં છે
