અબડાસાની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર 3 નવેમ્બરે પેટા ચૂંટણી, ગઇકાલથી સમગ્ર કચ્છમાં આદર્શ આચારસંહિતા અમલી
Live TV
-
અબડાસાની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગઇકાલથી સમગ્ર કચ્છમાં આદર્શ આચારસંહિતા અમલી થઈ ગઈ હતી. ભુજમાં આવેલા ઇવીએમ વેરહાઉસમાં વોટીંગ મશીનની તેમજ બુથ મથકો સહિતની તૈયારી થઈ ચૂકી છે. મુંદરા રોડ ઉપર બનેલા વિશાળ સ્ટ્રોંગ રૂમમાં સાચવવામાં આવેલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, ઇવીએમ, વીવીપેટ સહિતના મશીનોની તપાસ કામગીરી ઇજનેરોની ટીમે પૂર્ણ કરી લીધી છે. અહીં 1100 બેલેટ યુનિટ, 1090 કંટ્રોલ યુનિટ અને 1049 વીવીપેટ મશીનો તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે કોરોના મહામારી સંદર્ભે તકેદારી રાખવાની સૂચના મુજબ 55 હંગામી સહાયક મતદાન મથકો સાથે કુલ 431 બુથ મથકો પર મતદાન થશે.
