Skip to main content
Settings Settings for Dark

સુરત: ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમવાર ક્લાસ વન પોલીસ અધિકારીઓની ટીમ લોકોને સ્યુસાઇડ કરતા અટકાવશે

Live TV

X
  • રાજ્યમાં સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમવાર ક્લાસ વન પોલીસ અધિકારીઓની ટીમ લોકોને સ્યુસાઇડ કરતા અટકાવશે. ગુજરાતના સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા એક ખાસ પહેલ શરૂ કરાઈ છે. સુરત ગ્રામ્ય પોલીસના છ અધિકારીઓની ટીમે જનતા માટે પોતાનો નંબર સાર્વજનિક કર્યો છે. જેથી જ્યારે તેમને આપઘાતનો વિચાર આવે ત્યારે તેમને કોલ કરી શકે અને પોલીસ તેમને મદદ કરીને આપઘાત કરતા અટકાવી શકે. ગાંધી જયંતિના રોજ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા એન્ટી સુસાઈડ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. પરંતુ આ વખતે આ હેલ્પલાઇન નંબર કોઈ એનજીઓ અથવા કાઉન્સિલરનો નથી. પરંતુ સુરત જિલ્લાના ક્લાસ વન પોલીસ અધિકારીઓના નંબર છે. રાજ્યમાં પ્રથમવાર એન્ટી સ્યુસાઈડ હેલ્પલાઇનમાં સુરત ગ્રામ્યના પોલીસ સુપ્રિટેન્ડન્ટના ફોન નંબરનો પણ સમાવેશ કરાયો છે. આ એન્ટી સુસાઈડ હેલ્પલાઇન નંબરમાં એસપી ઉષા રાડા તેમજ ચાર ડીવાયએસપી સહિતનાના નંબર જાહેર કરાયા છે. આ નંબર જાહેર થયાના થોડા કલાકોમાં બે વ્યક્તિએ આત્મહત્યા કરવાની ઈચ્છા આ નંબર ઉપર જણાવી હતી અને પોલીસની ટીમ ગણતરીના કલાકોમાં તેમની મદદ કરવા પહોંચી ગઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply