સ્વચ્છ ભારત પુરસ્કાર 2020: સ્વચ્છ સુંદર સાર્વજનિક શૌચાલય શ્રેણીમાં ગુજરાતે રાજ્યસ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું
Live TV
-
સ્વચ્છ ભારત પુરસ્કાર 2020 અંતર્ગત સ્વચ્છ સુંદર સાર્વજનિક શૌચાલય શ્રેણીમાં ગુજરાતે રાજ્યસ્તરે પ્રતમ સ્થાન મેળવ્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે રાજ્યો, જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયોને વર્ષ 2020ના સ્વચ્છ ભારત પુરસ્કાર પ્રદાન કર્યા હતા. આ પુરસ્કાર પ્રેયજળ અને સ્વચ્છતા શ્રેણીઓ અંતર્ગત આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે અગાઉ સુંદર સાર્વજનિક શૌચાલય, સાર્વજનિક શૌચાલય અભિયાન અને ગંદકી મુક્ત, ભારતના નામના ત્રણ મિશન શરૂ કર્યા હતા. જેમાં સ્વચ્છ સુંદર, સાર્વજનિક શૌચાલય શ્રેણીમાં તામિલનાડુના તિરુનેલવેલ્લીએ જિલ્લા સ્તરે સ્વચ્છતાનો પ્રથમ પુરસ્કાર મેળવ્યો છે. મધ્યપ્રદેશમાં ઉજ્જૈન જિલ્લાના ખાચરૌદને તાલુકા સ્તરે અને તામિલનાડુના ચિન્નાનૂર ગામને ગ્રામીણ સ્તરે પહેલો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સાર્વજનિક શૌચાલય અભિયાન અંતર્ગત ગુજરાત અને ઉત્તર પ્રદેશને સર્વોત્કૃષ્ટ રાજ્યનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. જ્યારે પ્રયાગરાજ અને બરેલીને ખૂબ સારું કામ કરનારા જિલ્લાનો પુરસ્કાર અપાયો છે. ગંદકી યુક્ત ભારત મિશન અંતર્ગત હરિયાણા અને તંલગાણાને પ્રથમ સ્થાન મળ્યું છે. પુરસ્કાર વિતરણ સમારંભમાં શ્રી શેખાવતે કહ્યું કે, સરકાર દેશને ખુલ્લામાં શૌચમુક્ત કરવા વચનબદ્ધ છે.
