Skip to main content
Settings Settings for Dark

મજબૂત મનના ડાયાબિટીસના દર્દી એવા 70 વર્ષીય વૃદ્ધે કોરોનાને આપી મ્હાત

Live TV

X
  • કોરોના કાળમાં કોરોના વોરિયર્સ એવા ડોક્ટરો પોતાની પરવા કર્યા વિના દિવસ રાત સતત દર્દીઓની સેવા કરી રહ્યાં છે. જેનાં કારણે અનેક લોકો સ્વસ્થ્ય થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં એક 70 વર્ષીય વૃદ્ધે કોરોનાને માત આપી છે.

    70 વર્ષીય ડાયાબિટીઝના દર્દી ગિરિજાશંકર પુરોહિતને કિડનીમાં અસહ્ય દુખાવો થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું શુગર ઘટી ગયું હતુ અને શરીરમાં કળતરા થતી હતી જેથી કોરોનાનો રિપોર્ટ કરાવતાં તે પોઝીટીવ આવ્યો હતો.

    તેમને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરો દ્વારા લેવામાં આવતી સતત કાળજીથી તેઓ ઝડપથી સ્વસ્થ થયા હતા. હોસ્પિટલના અનુભવ અંગે ગિરિજાશંકર જણાવે છે કે, આ બીમારી સામે લડવા માટે ડોક્ટરોએ તેમનું મનોબળ મજબુત કર્યું હતું.

    કોરોનાની સારવાર બાદ તેમને સમરસ હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા હતા. તો ત્યાંના સ્ટાફ દ્વારા પણ તેમને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી હતી. જેથી ગીરજાશંકર ભાઈએ સમરસ હોસ્ટેલના સ્ટાફનો તેમજ સિવિલના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply