ગુજરાત હાઈકોર્ટના પૂર્વ સિનિયર જજ અનંત દવેનું નિધન, PMએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું
Live TV
-
ગુજરાત હાઈકોર્ટના થોડા સમય પહેલા જ નિવૃત્ત થયેલા સિનિયર ન્યાયાધીશ અનંત દવેનું કુદરતી રીતે આજે સવારે નિધન થયું છે.
પંચમહાલના એક આદિવાસી વિસ્તારમાં જન્મેલા અનંદ દવેએ કાયદા સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. એલએલબીની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ બાર કાઉન્સિલમાં જોડાયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ન્યાયાધીશના નિધન પર ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, 'ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અને ન્યાયાધીશ એ.એસ.દવેના નિધનથી દુઃખ થયું છે. કાયદાકીય ક્ષેત્રમાં તેમણે આપેલા યોગદાનને યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના પ્રકટ કરું છું. ઓમ શાંતિ.'
