Skip to main content
Settings Settings for Dark

C.S.R. પ્રવૃતિ હેઠળ સેવાભાવી સંસ્થાએ સિવિલ હોસ્પિટલને હાઈટેક મશીનરી ભેટમાં આપી

Live TV

X
  • કોરોનાની મહામારીમાં ઘણા સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા દેશ પર એકાએક આવી પડેલી આપદામાં મદદરૂપ બનવા સ્વેચ્છાએ શારીરિક અને આર્થિક રૂપે સેવા સુશ્રુષાનો ધોધ વહાવ્યો છે. હાલ પણ કોરોનાની વિકટ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને વડોદરા સ્થિત કંપની દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાનની સરવાણી કરવામાં આવી હતી.

    આ સંસ્થા દ્વારા વિવિધ કંપનીઓના સહયોગથી C.S.R. પ્રવૃતિઓ એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ) હેઠળ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને ઉપયોગી નીવડે તેવા હાઇટેક મશીન ભેટ કરવામાં આવ્યા હતા.

    યુનાઇટેડ વે એન.જી.ઓ. દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને ગંભીર પરિસ્થિતઓમાં જરૂર પડતા ૨ હાઇ-એન્ડ વેન્ટિલેટર મશીન ભેટ કરવામાં આવ્યા હતા. આ વેન્ટીલેટરની સાથે પોર્ટેબલ એક્સ-રે મશીન, ઇ.સી.જી. મશીન તેમજ અત્યારે કોરોનાગ્રસ્ત દર્દીની સારવારમાં અસરકારક એવા હાઇ ફ્લો નેઝલ કેન્યુલા સિસ્ટમ પણ સિવિલ હોસ્પિટલને ભેટ કરવામાં આવી હતી.

    આની સાથે ૧૧૦ જેટલા બાય પેપ માસ્ક સિવિલ હોસ્પિટલના દર્દીઓને ઉપયોગી નિવડે તે માટે ભેટ કરવામાં આવ્યા છે. આવી જ રીતે હ્યુન્ડાઇ કંપની દ્વારા કોરોના ફ્રંટ લાઇન વોરીયર્સની સાથે સાથે તેમના પરીવારજનોની પણ દરકાર કરી સંતાનો માટે ટેબલેટ ભેટ કરવામાં આવશે. સરકાર દ્વારા કાર્યરત ડિજીટલ ભારત મિશનને પ્રોત્સાહન આપવાના હેતુસર તેમજ બાળકોને ઓનલાઇન શિક્ષણમાં વધુ પરિપક્વ બનાવવા માટે કંપની દ્વારા ૧૦૦ જેટલા અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ ટેબલટનું વિતરણ કરવામાં આવનાર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply