સ્મૃતિ ઈરાની ગુજરાતના પ્રવાસે, કમલમ ખાતે બેઠકમાં લીધો ભાગ
Live TV
-
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની ગાંધીનગર સ્થિત આવેલ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેની બેઠકમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોચ્યા હતા. તેમણે કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કૃષિ સુધારા બિલ અંગે ખાસ વાતચીત કરી હતી.
તેમણે જણાવ્યું કે, કૃષિ સુધારા બિલ ખેડૂતોને સશક્ત કરવા માટે લાવવામાં આવ્યું છે અને તેનાથી ખેડૂતો વચોટિયાઓથી મુક્ત થયા છે. તેમણે જણાવ્યું હતું કે, કૃષિ બિલ પર કોંગ્રેસનો વિરોધ સમજની બહાર છે. કોંગ્રેસ ખેડૂતોના હિતની સાથે નથી. મહત્વનું છે કે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બાદમાં પક્ષના કિસાન મોરચાના અગ્રણી નેતા સાથે કેન્દ્રની કૃષિ વિષેયક નીતી અંગે સવિશેષ ચર્ચા કરશે.
