અમદાવાદઃ જિલ્લા કક્ષાના રોજગાર મેળાનો સાંસદ હસમુખ પટેલે કરાવ્યો પ્રારંભ
Live TV
-
અમદાવાદ શહેરમાં જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળો અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરતી મેળાનો સાંસદ હસમુખ પટેલે વિધિવત પ્રારંભ કરાવ્યો હતો, અને યુવાનોને મોટી સંખ્યામાં હાજર રહી રોજગારી પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો.
આ રોજગાર ભરતી મેળામાં , 50 થી વધુ રોજગાર દાતા કંપનીઓનાં પ્રતિનિધિઓએ હાજર રહી યુવાનોનાં નોકરીઓ માટેના ઇન્ટરવ્યુ કર્યા હતા. આ અમદાવાદનો જિલ્લા કક્ષાનો ભરતી મેળો હતો. તેમાં અમદાવાદ ઉપરાંત રાજકોટ, પોરબંદર, જામનગર અને મહેસાણા જિલ્લાનાં યુવાનો પણ જોડાયા હતા.
નોકરી માટે રોજગાર કચેરી દ્વારા યુવાનોને કોલ લેટર, SMS, ઇ-મેઇલ, ઉપરાંત , અખબારનાં માધ્યમથી પણ જાણ કરવામાં આવી હતી. મેળા ને અંતે નોકરી પ્રાપ્ત કરનાર યુવાનોને , નોકરી માટેનાં નિયુક્તિ પત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
